ભરુચ ખાનગી હોસ્પિટલ ખાતે થી સુલેમાન પટેલે જણાવ્યું હતું કે SRF કંપની દ્વારા શ્રમિકોની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન હતી. અકસ્માત બાદ જ્યારે યુવાનો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે SRF કંપનીનો એક પણ કર્મચારી કે અધિકારી હાજર ન હતો. આ પાંચેય યુવાનો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવાથી કંપનીએ તેમની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.