રિદ્રોલ ગામે ગુરુવારે સવારે 11 વાગ્યે નવીન બનાવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ બાદ ધારાસભ્ય સહિત આગેવાનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તમામ સુવિધાઓની ખાતરી કરાઈ હતી. ત્યારબાદ ડોક્ટરો દ્વારા હોસ્પિટલમાં મળનાર આરોગ્યની સેવાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.