વડોદરા : સમા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબિશનના કેસમાં આરોપી વિજય પરમાર સંડોવાયેલો હોય અને આ ગુનામાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.તે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરે છે અને હાલ તે રણોલી ખાતે બાબુભાઈ ના ખેતર પાસે આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા એસઓજીની ટીમે સ્થળ પર જઈ વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. જેને વધુ કાર્યવાહી માટે સમા પોલીસ મથકને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.