મહેસાણાના તોરણવાળી માતાના ચોક નજીક આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ પીકઅપ ડાલાના ચાલકે રાહદારીને કચડી નાખતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના રંજનના ઢાળથી તોરણવાળી માતાના ચોક સુધી બની હતી, જ્યાં રાહદારીને પીકઅપ ડાલાએ ઢસડ્યો હતો. અકસ્માત બાદ તરત જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ભરચક બજારમાં આ બનાવ બનતા ટ્રાફિક જામ પણ થયો હતો અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.