ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે શુક્રવારની મધ્યરાત્રીથી વેહલી સવારે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામની સીમમાં છાપો માર્યો હતો. અને બોલેરો ગાડીમાંથી કટીંગ થતો 18.25 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં SMC ની ટીમે સ્થળ પરથી એક વ્યક્તિને વિદેશી દારૂ બોલેરો ગાડી મોબાઈલ સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અને મુખ્ય બુટલેગર સહી 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.