આજરોજ તા. 02/09/2025, મંગળવારે બપોરે 2 વાગે મળેલી માહિતી અનુસાર બાવળા તાલુકાના કાવીઠા ખાતે પ્રાથમિક શાળામાં નવા બંધાયેલા 15 ઓરડાઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે આ નવીન ઓરડાઓનું લોકાર્પણ કરાયું હતું. આ નિમિત્તે આગેવાનો, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.