થરાદ તાલુકાના લેડાઉ ગામે છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ઓસર્યા પછી પણ પાણી ન ઉતરતાં ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના અનેક ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોના ઘરવખરી સહિતનો સામાન બગડી ગયો છે. કપડાં, અનાજ, ફર્નિચર જેવી આવશ્યક ચીજો પાણીમાં ભીંજાઈ જતાં લોકો ચિંતામાં મુકાયા છે. કેટલાક પરિવારોને પોતાના ઘરો છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.