This browser does not support the video element.
ધોળકા: ધોળકામાં કોમી એકતાનાં માહોલમાં ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું, ધારાસભ્ય હાજર રહ્યા
Dholka, Ahmedabad | Sep 5, 2025
હજરત મોહંમદ પયગંબર સાહેબ ( સ. અ. વ.) નાં 1500 માં જન્મદિવસ ઈદે મિલાદુન્નબી નિમિત્તે આજરોજ તા. 05/09/2025, શુક્રવારે સવારે 9.30 વાગે ધોળકા ખાતે કાજીટેકરાથી ઈદે મિલાદ નિમિત્તે ઈદે મિલાદ જુલુસ કમિટી ધોળકા દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના હિન્દુ - મુસ્લિમ આગેવાનોએ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. ધોળકા ટાઉન પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવાંમાં આવ્યો હતો.