મહેસાણામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો. સામાન્ય રીતે ચોમાસામાં જોવા ન મળતું હોય તેવું ગાઢ ધુમ્મસ અનેક વિસ્તારોમાં છવાઈ ગયું હતું, જેના કારણે જાણે શિયાળો શરૂ થઈ ગયો હોય તેવો અહેસાસ થયો હતો. સવારના સમયે મહેસાણા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. આ અસામાન્ય વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે વિઝિબિલિટી (દૃશ્યતા) ખૂબ જ ઓછી થઈ ગઈ હતી.