આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ રાત્રે 9 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના પાડા ગામે આજ રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામલોકો સાથે સીધી ચર્ચા કરતાં તેઓએ વિવિધ ખાતાને લગતા સામૂહિક પ્રશ્નોની રજૂઆત કરી. કલેક્ટરએ તમામ વિભાગોને આ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપતાં તંત્રને દિશા-નિર્દેશ આપ્યા.આ દરમિયાન પાડા ગામે વાંકડી નદી ઉપર નવા નિર્માણ થયેલા બ્રિજનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું.