બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આજે ભારે વરસાદ અને તોફાની પવનના કારણે નુકસાન થયું છે. આજાવાડા ગામ નજીક તોફાની પવનના કારણે મોટું વૃક્ષ ધરાશાયી થયું છે.આજાવાડાથી રામપુરા જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ પડી જવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વૃક્ષ રસ્તા વચ્ચે પડી જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.