છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ખાટિયાવાટ ગામે નવીન આંગણવાડીનું ખાતમુર્હુત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યના હસ્તે ભૂમિ પૂજન કરાતા વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળે છે.