જામનગર જિલ્લાના જામજોધપુરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી આવતીકાલે શિક્ષક દિવસ હોઈ પરંતુ આવતીકાલે ઈદની રજા હોવાથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામજોધપુર તાલુકાની અનેક શાળાઓમાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી