જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય પછાત એકતા મંચના પ્રમુખ સહિત આગેવાનો જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ જેઠીબેન પરમારને સન્માનિત કરવા ગયા હતા ત્યારે તેમની જગ્યા પર તેમના પતિ બેઠા હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે જેથીબેન પરમાર ની જગ્યાએ છેલ્લા પાંચ વર્ષથી તેમના પતિ તમામ કાર્ય સંભાળી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પછાત એકતા મંચના પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મીડિયા સમક્ષ માહિતી આપી