ભિલોડાના ભૂતાવળ ગામનું મેરઠ તળાવ ઓવરફ્લો થતાં પ્રોટેક્શન દીવાલમાં ગાબડું પડ્યું છે.જેના કારણે પાણી ગામમાં ફરી વળ્યા છે. ભૂતાવળ ગ્રામ પંચાયતે તકેદારીની જાહેર નોટિસ જાહેર કરી ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે સ્થળાંતર કરવાની અપીલ કરી છે. મામલતદાર બી.જી.ડાભીએ જણાવ્યું કે વરસાદનું જોર વધતા વધુ નુકસાન થઈ શકે છે.