વડોદરા : પોદ્દાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ સાત ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને નક્કી હુમલો કરી ચાકુ બતાવ્યું હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ત્યારે આ મામલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ વાઘોડિયા ટીપીઓને તપાસના આદેશ આપ્યા છે. હાલ તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જો શાળા સહેજ પણ દોષિત થાય છે, તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.