દાહોદ શહેરના વિવિધ વિસ્તારોના મુસ્લિમ સમાજના લોકોએ પોતાના ઘરો જગમગ લાઈટો થી સળગાવ્યા હતા.જેમાં આજરોજ વહેલી સવારે મુસ્લિમ સમાજના લોકોએ વહેલી સવારે કેક કાપી એક બીજાને ઈદે મિલાદુન્નબી ની શુભેચ્છાઓ આપી હતી.અને સાથે દાહોદ શહેરના કસ્બા વિસ્તારથિ હજ્જારોની સંખ્યાની સાથે જુલુસ કાઢવામાં આવ્યુ હતું.જે જુલુસ દાહોદ શહેરના કસ્બા વિસ્તારથી નીકળી હુસેની મસ્જિદ.સ્ટેશન રોડ.ઠક્કર ફળીયા.રેલ્વે સ્ટેશન રોડ મુસાફિર ખાના થઈ દાહોદ નગરપાલિકા રવાના થયો હતો.