ડાંગ જિલ્લામાં આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે અહીં આવનાર દર્દીઓને અણધારી આફતના સમયે બચાવ કામગીરી કરી સુરક્ષા પૂરી પાડી શકાય તેવા હેતુથી આજે ડાંગ જિલ્લા ડિઝાસ્ટર અને ડાંગ જિલ્લા પોલીસ સાથે મળીને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ તેમજ કર્મચારીઓ અને અહીં કામ કરતા લોકોને ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી ની માહિતી પૂરી પાડવામાં આવી હતી.