રાજકોટમાં આંગણવાડી કાર્યકર, તેડાગર અને હેલ્પરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેના માટે જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે આજે સવારથી જ મામલતદાર કચેરીઓ ખાતે ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦ ઓગસ્ટ છે, અને ફોર્મ ભરવા માટે મામલતદારનો રહેઠાણનો દાખલો ફરજિયાત છે, જેના કારણે રાજકોટ પૂર્વ, પશ્ચિમ, અને દક્ષિણ ગ્રામ્યની મામલતદાર કચેરીઓમાં લાંબી લાઈનો લાગી હતી.