દેડિયાપાડા સેલંબા અને સાગબારા બોર્ડર તથા બેડા કંપની પાસે આવેલી ૩ ચેક પોસ્ટ ઉપર વાહન ચાલકોને રોકીને હેરાન કરાતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તાલુકાના દેડિયાપાડા ટીંબાપાડા ખાતે આવેલા સાંસદ મનસુખ વસાવાને દેડિયાપાડા વેપારી એસોસિયેશન પ્રમુખ ડી. જી. શાહ, રાજુભાઈ અગ્રવાલ, જયેશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવા અને દેડિયાપાડા, સાગબારા અને સેલંબાના વ્યાપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી