આજે તારીખ 13/09/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ માછનાળા ડેમ તરફ જતા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક સાવન માતાના મંદિરના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.ત્યારે અસામાજિક તત્વોએ અહીંથી સેટિંગના સામાનની ચોરી કરીને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. પહેલા સેન્ટિંગ પ્લેટની ચોરી થયા બાદ હવે પાણીના ટેન્કરના બે ટાયરો પણ ચોરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.