દાહોદમાં નોકરીયાત ઈસમે મિત્રાચારીમાં વેપારીને ટુકડે ટુકડે એક લાખ રૂપિયા ઉછીના લઈ અવેજીમાં ચેક લીધો હતો. ત્યારબાદ વેપારી દ્વારા ઉછીના પૈસાની રકમ પરત ન કરી નોકરીયાત વ્યક્તિ જોડે છેતરપિંડી કરતા ઉપરોક્ત બનાવવામાં ઉછીની આપેલી રકમ મેળવવા માટે ચેક બાઉન્સ કરી કોર્ટમાં રાવ કરતા કોર્ટે વકીલની દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાઓનું અવલોકન કરી વેપારી ઇસમને ચેક બાઉન્સના કેસમાં એક વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયાની ઉછીની રકમ બે માસમાં વળતર પેટે આપવા માટે હુકમ કર્યો.