વડોદરા : શહેરમાં ભરચક ગીર્દી ધરાવતા વિસ્તારોમાં આડેધડ થતા પાર્કિંગ તેમજ ખડકાયેલા દબાણોને કારણે અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.જેનું આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી.ત્યારે કલાલી વિસ્તારમાં ગામ તરફ જવાના માર્ગે ચારે બાજુથી ભારે ટ્રાફિકજામ થયો હતો.જેમાં એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.જેના સાયરન વાગ્યા રહ્યા પણ રસ્તો મળ્યો ન હતો.બીજી તરફ અહીં ટ્રાફિક પોલીસ ટીઆરબીના જવાનોની ગેરહાજરી જોવા મળી હતી.