રાજકોટ-જેતપુર વચ્ચેના સિક્સ-લેન હાઈવેનું કામ અતિ ધીમી ગતિએ ચાલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી અને કામગીરીને વેગ આપવા માટે સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપી હતી. આ સમીક્ષા બેઠક બાદ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ હવે કામગીરીમાં ગતિ આવશે. અમે આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.”