નવસારી ખાતે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકન કપાસને કરમુક્ત કરવાની નીતિ સામે આવેદનપત્ર આપ્યું. પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો કલેકટર કચેરીએ એકત્રિત થઈ સરકારના આ નિર્ણયથી સ્થાનિક તેમજ દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોને મોટું નુકસાન થશે તેવી ચિંતા વ્યક્ત કરી. સાથે જ આ નિર્ણય તાત્કાલિક રદ્દ કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠાવવામાં આવી હતી.