સુરત શહેરમાં વરાછાની યુવતીના નગ્ન ફોટા પાડીને તેણીની સાથે વારંવાર રેપ કરનારા આરોપીના જામીન કોર્ટે નામંજૂર કરતો હુકમ કર્યો હતો. ફરિયાદ પક્ષે રજૂ થયેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, આરોપીએ એક મંદિરમાં મંગળસૂત્ર પહેરાવ્યા બાદ લગ્ન નહીં કરીને માત્ર રેપ કર્યો છે જેના કારણે આરોપીને જામીન આપી શકાય નહીં.દેવભૂમિ દ્વારકામાં રહેતા તેમજ નેવીમાં નોકરી કરતા હિરેન વશરામભાઈ કરેણાએ સુરતના સરથાણામાં રહેતી એક યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.