જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામે રહેતા જમનાબેન ખીમજીભાઈ કળથીયા બગડું ગામથી પોતાના ગામ પાદરીયા આવવા માટે વાહનની રાહ જોતા હતા ત્યારે એક કાર નીકળી હતી. જેને હાથ ઊંચો કરતા કાર ઉભી રહી તેમાં માતા પુત્ર બેસી ગયા જેમાં અન્ય પાંચ પેસેન્જર બેઠા હતા. બે ત્રણ કિ.મી.આગળ ગયા બાદ બેસવામાં સંકડાશ થાય છે એમ કહી માતા પુત્રને ઉતારી મુક્યા હતા.ત્યારબાદ જમનાબેનને ગરદનમાં ચેઈન ના હોવાની જાણ થઈ હતી. તપાસ કરવા છતાં કારચાલકનો કોઈ પતો ના મળતા આજે જમનાબેને ફરિયાદ કરી