મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 4 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જેને કારણે નવા બસ સ્ટેન્ડ, સ્વામિનારાયણ મંદિર અને જીઆઇડીસીના નાકા સહિતના વિસ્તારોના ગંદા પાણીના તલાવડા ભરાઈ ગયા છે. લોકોને આ સમસ્યાના કારણે હાલાકી પડી રહી છે. ત્યારે મહાપાલિકા દ્વારા તાકીદે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.