વડોદરા : હરણી પાસે આવેલા કુત્રિમ તળાવમાંથી ચાર ફૂટના મગરનું રેસ્ક્યું કરાયું હતું.ગણેશ વિસર્જનના દિવસે જ તળાવમાં મગર જોવા મળ્યો હતો.મગર દેખાતા જ વિસ્તારના લોકોએ જાણ કરતા રેસ્ક્યુ ટીમ કામે લાગી હતી.ખાનગી એનજીઓ દ્વારા ચાર ફૂટના મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.જ્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરાયેલા મગરને વન વિભાગમાં લઈ જવાયો હતો.