થરાદ બસ સ્ટેશનની સામે સર્વોદય સોસાયટી પાસે એક અજાણ્યો બનાવ બન્યો. બે આખલા વચ્ચે બાખડી થતાં એક આખલો ગટરમાં પડી ગયો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ આખલાને બચાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સફળ ન થયા.ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ, સાંજે તેમને કોલ મળ્યો હતો. ત્યારે તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. અને રાહદારીઓની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.