સુરતના કતારગામ ગજેરા સર્કલથી રિક્ષામાં બેસેલા રત્નકલાકારને પહેલેથી બેસેલા ત્રણ ગઠિયાઓએ બેસવામાં અગવડ પડતી હોવાના બહાને આગળ પાછળ કરી ખિસ્સામાંથી રોકડા ૨૫ હજાર તફડાવી લીધા હતા.અમરોલી રિલાયન્સ નગરમાં રહેતો ૩૭ વર્ષીય રણછોડ ગણેશ બળોલીયા કતારગામ, નંદુડોશીની વાડીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. ગત બીજી સપ્ટેમ્બરની સવારે સાડા આઠ વાગ્યે તે ગજેરા સર્કલથી કતારગામ આશ્રમ જવા માટે એક રિક્ષામાં બેઠો હતો. પહેલાંથી જ ત્રણ મુસાફરો રિક્ષામાં બેઠા હતા.