સ્વચ્છતા એજ સેવાના ઉદ્દેશ સાથે સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત તારીખ 19 સપ્ટેમ્બર ને શુક્રવારે ટંકારા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નગરપાલિકાની કચેરીથી લઈને ટંકારાના મુખ્ય બજાર સુધી સ્વચ્છતા પ્રત્યે લોકો અને વેપારી મિત્રોમાં જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખુદ ધારાસભ્ય અને સંગઠન ટીમે રોડ ઉપર ઝાડું પકડી સફાઈ કામગીરી કરી હતી.