કઠોર સ્થિત અંબોલી રોડ પર આવેલ સ્વાગત રેસીડેન્સી નજીકથી એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.ઉત્રાણ પોલીસે બુધવારે સાંજે ચાર કલાકે આપેલી માહિતી મુજબ આરોપી,મોહમ્મદ સાહિલ ઉર્ફે ગાભનો મજીદ મેમણ અને મોહમ્મદ ઉવેઝ શેખની ધરપકડ કરવામાં આવી હતી.જે આરોપીઓ પાસેથી 2.54 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.આ સિવાય એક ફોર વ્હીલ,મોબાઈલ મળી 8.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યાં આગળની વધુ તપાસ ઉત્રાણ પોલીસે હાથ ધરી હતી.