ગોધરા ભાજપ દ્વારા વિશ્વકર્મા ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપ સંગઠન અનુસાર, બિહારના દરભંગામાં રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક શબ્દો વપરાયા હતા, જેને લઈને ભાજપ કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ભાજપે જણાવ્યું કે આ નિવેદન રાજનીતિની નિમ્ન કક્ષા દર્શાવે છે અને સમગ્ર દેશવાસીઓની લાગણી દુભાઈ છે. કાર્યકર્તાઓએ “રાહુલ ગાંધી માફી માંગે” સહિતના નારા લગાવ્યા હત