ગણેશ વિસર્જનના તહેવારને અનુલક્ષીને બોટાદ વાસીઓ માટે પીજીવીસીએલ વર્તુળ કચેરી બોટાદ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા અંગેના પગલાઓ સૂચવ્યા છે. જે અંતર્ગત પીજીવીસીએલ વર્તુળ કચેરી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે કે એલટી લાઈન તેમજ ઇલેવન કેવી હાઈ ટેન્શન લાઈન ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે જેથી ગણેશજીની મૂર્તિના વિસર્જન દરમિયાન પીજીવીસીએલની લાઈન નીચેથી વધુ ઉચાઈ વાળી મૂર્તિ લઈ જવી નહીં વગેરે બાબતો જણાવી