વિસનગર શહેરની એમ.એન. કોલેજ નજીક, મંગળવાર રાત્રે એક ચાલુ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કાર નંબર GJ 02 CL 6722 માં આગ લાગતાની સાથે જ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.