સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે, જેના પરિણામે વહીવટી તંત્ર દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.હાલમાં, સુરતનો કોઝવે તેની ભયજનક સપાટી (6 મીટર) વટાવીને 8.43 મીટર પર પહોંચ્યો છે. કોઝવેમાંથી આશરે 1.60 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે.