This browser does not support the video element.
વાંસદા: તાલુકા સહિત જિલ્લામાં સરકારી કચેરીઓના 200 મીટર વિસ્તારમાં ધરણા-ઉપવાસ પર 19 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ
Bansda, Navsari | Sep 4, 2025
નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશન આસપાસ જાહેર શાંતિ જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ ઝાલાએ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેરનામાં મુજબ, નવસારી કલેકટર કચેરી, પ્રાંત કચેરીઓ, જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી કચેરી તેમજ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ અને તેની આસપાસના 200 મીટરની ત્રિજ્યામાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ પર પ્રતિબંધ.