વરસાદના કારણે જિલ્લાના નાના-મોટા ડેમ અને જળાશયો સંપુર્ણ ભરાઇ જવાની સપાટીની નજીક પહોંચી ગયા છે અથવા સંપૂર્ણ ભરાઈ ગયા છે. જેના કારણે નદીઓમાં, નાળા, તળાવ, કોતરો વિગેરેમા પાણીનો પ્રવાહ વધી શકે તેમ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જાહેર જનતાને નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે: • પાણીના પ્રવાહમાં અચાનક વધારો થવાની શક્યતા હોવાથી નદી, નાળા, કોતરો અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. • સલામતી માટે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો