બિહારમાં કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આજે મહેસાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિરોધ પ્રદર્શન અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં મહેસાણા જિલ્લા અને તાલુકાના ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.