ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ગુજરાતની અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેના પરિણામે જળાશયોમાં જળસંગ્રહમાં વધારો થયો છે. આ દરમિયાન, મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પરિણામે, મહીસાગર નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આ ઉપરાંત, પંચમહાલ જિલ્લાના મુખ્ય ડેમ એવા પાનમ ડેમ અને મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે, જેના પરિણામે મહી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.l