વલસાડ જિલ્લાના પારડી પોલીસે સાયબર ક્રાઈમના મોટા કેસમાં સફળતા મેળવી છે. પોલીસે ઝારખંડના રાંચીમાંથી 21 વર્ષીય અંશુમનકુમાર રામશરણ શાહાની ધરપકડ કરી છે. આરોપી મૂળ બિહારના બેગુસરાયનો રહેવાસી છે અને હાલમાં રાંચીમાં રહેતો હતો. તેની ધરપકડ 4 સપ્ટેમ્બરે સાંજે 7:45 કલાકે કરવામાં આવી હતી.