પંચમહાલ જિલ્લામાં નવા પોલીસવડા તરીકે આઇપીએસ અધિકારી હરેશ દુધાતે વિધિવત કાર્યભાર સંભાળ્યો. તાજેતરમાં રાજ્ય સરકારની આઇપીએસ અધિકારીઓની બદલીમાં તેમની નિમણૂક પંચમહાલ જિલ્લાના પોલીસવડા તરીકે થઈ હતી. ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા પોલીસ વિભાગે તેમનું સ્વાગત કર્યું. પ્રસંગે હરેશ દુધાતે જણાવ્યું કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે તેઓ સંપૂર્ણ પ્રયત્નશીલ રહેશે. લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે લોકસહભાગિતાને મહત્વ આપવામાં આવશે.