થરાદ શહેરમાં બનેલ નવીન હાઇવે બાદ મલુપુર જતાં રોડ પરના ચઢાણને કારણે વાહનો વચ્ચે અથડામણની ઘટનાઓ પણ બની રહી છે. વિશેષ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી કોઈ મોટી દુર્ઘટના થવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ કરી છે.