જુલુસને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ ડ્રોન કેમેરા દ્વારા સતત નિગરાની રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ આ ડ્રોન ફૂટેજ દ્વારા જુલુસના માર્ગો અને આસપાસના વિસ્તારો પર બાજ નજર રાખી રહ્યા છે.