છેલ્લા બે દિવસથી ભચાઉ તાલુકાના વાંઢીયા ગામની અંદર જે વીજલાઈન ખાવડાથી હળવદ સુધી જાય છે તે કચ્છ જિલ્લાના આ લાઈન હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ નામની કંપની ઉભી કરી અને વાઢીયા ગામમાં હાલ તેનું કામ ચાલી રહ્યું છે તે દરમિયાન ખેડૂતોને પોતાના ખેતરમાં થઈ રહેલા કામ અને ખેતરના પાક તેમજ પૂરું વળતર આપ્યા વગર કામ શરૂ કરી દેતા ખેડૂતો નારાજ થયા હતા અને ખેડૂતોએ વિરોધ કરતા કંપનીના અધિકારીઓએ પોલીસ કર્મીઓને સાથે રાખી કામગીરી શરૂ કરી હતી ત્યાંથી આખો મામલો ગરમાયો છે.