ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજકોસ્ટ અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા જિલ્લા કક્ષાનો બે દિવસીય નેશનલ સાયન્સ સેમીનાર યોજાયો. પંચમહાલ જિલ્લાના 48 શાળાઓમાંથી 239 વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી, જેમાંથી પ્રથમ દિવસે 25 શાળાના 50 વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિ આપી. આ વર્ષે વિષય “Quantum Age Begins: Potentials & Challenges” રાખાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ક્વાન્ટમ ટેકનોલોજીના ઉપયોગ, પ્રગતિ અને પડકારો અંગે વિચારો રજૂ કર્યા.