બિહારમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.ચૂંટણી ને થોડાંકજ દિવસો બાકી રહ્યા છે.ત્યારે બિહારમાં પ્રચાર પ્રસાર દરમિયાન RJD તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા છે.તેવામાં વડા પ્રધાન નરેદ્ર મોદીની માતા હીરા બા વિશે અભદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે.અને આવનાર સમયમાં પ્રચાર પ્રસાર દરમિયાન એક મહિલાનું અપમાન ન કરે જેને લઈ આજરોજ દાહોદ ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચા દ્વારા દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે રાહુલ ગાંધીનું પૂતળા નું દહન કરવામાં આવ્યું.