ભિલોડા તાલુકાના સુનોખ પંથકમાં વહેલી સવારથીજ ધોધમાર વરસાદ શરૂ થયો હતો.ખાસ કરીને વાશેરા કંપા વિસ્તારમાં તોફાની વરસાદને કારણે અડધો કલાક સુધી સતત મેઘરાજાની બેટિંગ થઈ હતી. વરસાદના કારણે ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.તેમજ ખેતરોમાં પાણી ભરાતા ખેતીપાકને પાણી મળી રહેતા ખેડૂતોમાં મિશ્રભાવના જોવા મળી રહી છે.