વડોદરા : આજવા રોડ સિકંદર પુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારનો મુખ્ય માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ મહિના પહેલા જ રોડને નવીનીકરણ કરવામા આવ્યો હતો.જેની હાલત ખખડધજ થઈ છે.લોકોને જેના કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.ત્યારે જાગૃત નાગરિક કમલેશ પરમારે અનોખો વિરોધ કરી આવા તકલાદી રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી તાત્કાલિક બ્લેકલિસ્ટ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી.